Saturday - Jul 11, 2026

વજેપરની કિંમતી જમીન પચાવી પડવાના કેસમાં બે આરોપીઓને જેલહવાલે કરાયા

વજેપરની કિંમતી જમીન પચાવી પડવાના કેસમાં બે આરોપીઓને જેલહવાલે કરાયા

હજુ બે મુખ્ય આરોપીની શોધખોળ ચાલુ

મોરબી : મોરબીના વજેપર રેવન્યુ સર્વે નંબર 602ની કરોડોની કિંમતી ખેતીની જમીન ગેરકાયદેસર રીતે વારસાઈ નોંધ કરાવી બાદમાં દસ્તાવેજ કરી પચાવી પાડવાના પ્રકરણમાં સીઆઇડીએ બે આરોપીની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ લીધા હતા. આ રિમાન્ડ પૂર્ણ થતાં બન્નેને જેલહવાલે કરવામાં આવ્યા છે.

મોરબીના વજેપરમાં સર્વે નંબર-૬૦૨ની જમીનમા ખોટી વારસાઈ નોંધ કરાવી હડપ કરવા મામલે મોરબી શહેર એ ડિવીઝન પોલીસ મથકમાં શાંતાબહેન મનજીભાઈ પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર અંબારામ ફુલતરિયા સહિતના લોકો ફરિયાદ નોંધાઈ હતી. સીઆઇડી દ્વારા આરોપી ભરત દેગામા અને હેતલ ભોરણીયાની ધરપકડ કરવામાં આવી હતી.બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તા.8 સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ રિમાન્ડ આજે પૂર્ણ થતાં બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે. વધુમાં હજુ બે મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર હોય તેઓની શોધખોળ ચાલી રહી છે.