Tuesday - Sep 29, 2026

માળીયા (મી.)માં દારૂના ગુન્હાના બે આરોપીઓને છ જિલ્લામાંથી હદપાર કરાયાં

માળીયા (મી.)માં દારૂના ગુન્હાના બે  આરોપીઓને છ જિલ્લામાંથી હદપાર કરાયાં

 માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર દેશીદારૂમા પકડાયેલ ઈસ્મતઅલી અબ્બાસભાઈ મોવર ઉ.વ.૪૨ તથા અશોકભાઈ ઉર્ફે માઈકલ માવજીભાઈ રાઠોડ ઉ.વ.૩૭ વિરુધ્ધ હદપારી પ્રપોઝલ કરવામા આવી હતી. જે અન્વયે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટે મંજુરી આપતા બન્ને શખ્સોને મોરબી જિલ્લા ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, ભુજ, જામનગર જીલ્લાઓમાંથી છ મહીના માટે હદપાર કરવામાં આવ્યા છે.