Monday - May 04, 2026

માળીયા (મિ)માં દારૂના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પાસા હેઠળ અલગ અલગ જેલમાં ધકેલાયા

માળીયા (મિ)માં દારૂના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પાસા હેઠળ અલગ અલગ જેલમાં ધકેલાયા

મોરબી : રાજકોટ રેન્જ આઈ.જી.પી. તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, માળીયા મિયાણા પોલીસ દ્વારા પ્રોહિબિશન (દારૂબંધી) ના ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે. પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવાના ભાગરૂપે બે શખ્સો સામે પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી.
 
માળીયા (મિ)માં દારૂના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પાસા હેઠળ અલગ અલગ જેલમાં ધકેલાયા

માળીયા મિયાણા પોલીસ સ્ટેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી પાસા દરખાસ્તને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ વોરંટના આધારે પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જેમાં આરોપીઓ અલ્તાફભાઇ હસણભાઇ સંઘવાણી (મિયાણા): રહે. વિરવિદરકા ગામ, તા. માળીયા (મી), જી. મોરબી, મકબુલભાઇ ગફુરભાઇ સામતાણી (મિયાણા): રહે. વિરવિદરકા ગામ, તા. માળીયા (મી), જી. મોરબીની અટકાયત કરી તેમને રાજ્યની જુદી-જુદી જેલોમાં મોકલી આપ્યા છે. આ આરોપીઓને મધ્યસ્થ જેલ ભાવનગર અને જૂનાગઢ જેલ ખાતે મોકલવામાં આવ્યા છે.