મોરબીમાં ધામધૂમથી તુલસી વિવાહ ઉજવાયો હતો. જેમાં વર પક્ષ તરીકે મહાબલી હનુમાનજી મંદિર ભક્તજનો અને ગોપી મંડળ જોડાયા હતા અને કનૈયા પક્ષ નીલાબેન પંકજભાઈ પંડિત સહ પરિવાર સાથે જોડાયા હતા તેમજ શુભ લગ્ન સ્થળ મહાબલી હનુમાનજી મંદિરથી જાન ગયેલ ઉમા હોલમા રવાપર ઘૂનડા રોડ મોરબી ખાતે તુલસી વિવાહ સંપન્ન થયા હતા. જેમાં મોટી સંખ્યામાં ભવિકો જોડાયા હતા.