Tuesday - Apr 28, 2026

મોરબી જિલ્લામાં તમામ માર્ગો ઉપર વૃક્ષો હટાવી ખુલ્લા કરાયા

મોરબી જિલ્લામાં તમામ માર્ગો ઉપર વૃક્ષો હટાવી ખુલ્લા કરાયા

મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડા એ તબાહી મચાવી હતી. વાવઝોડા દરમ્યાન વૃક્ષો તેમજ વિજલોલ પડવાથી ઘણા માર્ગો બંધ થઈ ગયા હતા. આથી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતની ટીમે વાવઝોડામાં પડેલા 292 વૃક્ષ હટાવી રસ્તા ખુલ્લા કરાવ્યા હતા આજે તમામ પરિસ્થિતિ થાળે પાડી હોવાનો તંત્રએ દાવો કર્યો છે.

મોરબી જિલ્લામાં તમામ માર્ગો ઉપર વૃક્ષો હટાવી ખુલ્લા કરાયા

મોરબી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતની ટીમો સતત સંકલનમાં રહીને વાવાઝોડા પૂર્વે તેમજ વાવાઝોડાની અસર બાદ સતત ખડેપગે રહી કામગીરી કરતા કપરા સંજોગોમાં પણ મોરબી શહેર કે જિલ્લામાં અનેક વૃક્ષ અને વીજ થાંભલાઓ પડી જવા છતાં રાજ્ય કે ગ્રામ્ય ધોરી માર્ગ ઉપર ટ્રાફિક અવરોધાયો ન હતો. વાવાઝોડા પૂર્વે માર્ગ અને મકાન વિભાગની ટીમો દ્વારા જિલ્લાના તમામ હાઈવેનું બારીકાઇ ભર્યું નિરીક્ષણ કરી મહેસુલી અને પંચાયતની ટિમ સાથે સંકલન કરી જોખમી હોર્ડિંગ્સ સહિતના માચળા ઉતરાવી લઈ લોકો, વાહન ચાલકો ઉપરનું જોખમ દૂર કરવાની સાથે વાવાઝોડામાં ભારે પવનને કારણે 292 જેટલા વૃક્ષ સ્ટેટ અને ગ્રામ્ય માર્ગો ઉપર પડી જતા તાત્કાલિક તાત્કાલિક દૂર કરવાની કામગીરી કરી રસ્તાઓ ખુલ્લા કરાવ્યા હતા.