Saturday - May 16, 2026

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટ્રાવેલ્સના ડ્રાઇવર પર હુમલો

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટ્રાવેલ્સના ડ્રાઇવર પર હુમલો

નોકરી મૂકી દેતા પૂર્વ શેઠ સહિતના ચાર આરોપીઓએ બસને આંતરી માર માર્યો

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીક નવેક દિવસ પહેલા અમદાવાદથી રાજકોટ ટ્રાવેલ્સ બસ હંકારીને આવી રહેલા યુવકને આંતરી માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલક અને બસ ચાલકના પૂર્વ શેઠ તેમજ અન્ય ત્રણ શખ્સોએ હુમલો કરી ઇજા પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

રાજકોટના કોઠારીયા રોડ પર ખોડલધામ સોસાયટીમાં રહેતા બસ ચાલક હરેશભાઇ જગુભાઈ ડાભી ઉ.40 નામના યુવકે આરોપી લાખાભાઈ રહે.રંગપર અને અન્ય ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.7 ડિસેમ્બરે ફરિયાદી તેમના શેઠ સાથે અમદાવાદથી રાજકોટ તરફ આવતા હતા ત્યારે સ્વીફ્ટ કારમાં આવેલ લાખાભાઈ સહિતના ચારેય ઈસમોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.વધુમાં હરેશભાઈએ ફરિયાદમાં જાહેર કર્યું હતું કે, તેઓ અગાઉ માતૃકૃપા ટ્રાવેલ્સના લાખાભાઈની બસ ચલાવતા હતા પરંતુ તેઓની નોકરી છોડી અન્યત્ર નોકરી કરવા લાગતા આરોપીઓને સારું નહિ લાગતા હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.