હળવદ : હળવદ તાલુકાના વાધરવા નજીક ગત તા.12ના રોજ વહેલી સવારે હાઇવે પર બંધ હાલતમાં રહેલા આરજે - 14 - જીએન - 7679 નંબરના ટ્રક પાછળ જીજે - 36 - વી - 5367 નંબરનું ટ્રક ટ્રેઇલર અથડાતા ટ્રક ટ્રેઈલર ચાલક લવકુશકુમાર રમાશંકર પટેલ રહે.ઉત્તરપ્રદેશવાળાનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે રાજસ્થાનના ટ્રક ચાલક ગોવિંદ સુખદેવ ચૌધરીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.