Tuesday - Jul 07, 2026

મોરબીમાં અગાશી પરથી નીચે પટકાતા યુવાનનું કરુણ મોત

મોરબીમાં અગાશી પરથી નીચે પટકાતા યુવાનનું કરુણ મોત

મોરબી : મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગરમાં છત પર બેઠેલા યુવકને ચક્કર આવી જતા નીચે પડી ગયા હતા. તેઓને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હોય સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

મોરબીના સામાકાંઠે ઈન્દિરાનગરમાં શીવમ હોસ્પીટલ પાછળ રહેતા દીપકભાઇ હરીભાઇ પરમાર ઉ.વ.30 તા.21ના રોજ રાત્રીના સમયે સવા આઠેક વાગ્યે પોતાના ઘરે છતની પારા પેટ ઉપર બેઠા હતા. તેઓને અચાનક ચક્કર આવી જતા નિચે પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. પ્રથમ તેઓને સારવાર મોરબીની સદભાવના હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાથી વધુ સારવાર માટે આયુષ હોસ્પિટલ અને ત્યાથી રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમીયાન તા.22ના રોજ બપોરે તેઓનું મોત થયું છે. જેથી બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.