Saturday - Aug 22, 2026

માળીયાની ભીમસર ચોકડી નજીક રૂ.24.03 લાખના દારૂ-બિયર સાથેનો ટ્રક ઝડપાયો

માળીયાની ભીમસર ચોકડી નજીક રૂ.24.03 લાખના દારૂ-બિયર સાથેનો ટ્રક ઝડપાયો

કચ્છ રેન્જની ટીમે દારૂ-બિયર સહિત 34.08 લાખ રૂપિયાના મુદામાલ સાથે ટ્રક ચાલકને ઝડપી લીધો

મોરબી : મોરબી શહેર જિલ્લામાં તહેવારો સમયે દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય બન્યા છે તેવા સમયે જ કચ્છ રેન્જ ટીમે બાતમીને આધારે વોચ ગોઠવી માળીયા મિયાણા હાઇવે પર ભીમસર ચોકડી નજીકથી વિદેશી દારૂ અને બિયર ભરેલ ટ્રક ઝડપી લઈ રાજસ્થાની ટ્રક ચાલકની ધરપકડ કરી છે.પોલીસે દરોડા દરમિયાન રૂ.24.03 લાખના દારૂ-બિયર સહિત 34.08 લાખ રૂપિયાના મુદામાલ કબ્જે કરી તપાસ શરૂ કરી છે.

કચ્છ રેન્જની ટીમને વિદેશી દારૂ ભરેલ ટ્રક પસાર થવાનો હોવાની સચોટ બાતમી મળતા ભીમસર ચોકડી પાસે વોચ ગોઠવી હતી, વોચ દરમિયાન બાતમી મુજબનો GJ-18-BT-3262 નંબરનો ટ્રક પસાર થતા પોલીસે ટ્રક અટકાવી ટ્રક ચાલક આરોપી ખેતારામ ઠાકુરામ માજીરાણા રહે.લાલજી કી ડુંગરી ગામ, તા.સીતલવાણા, જી.જાલોર, રાજસ્થાન વાળાના કબ્જાવાળા ટ્રકની તપાસી લેતા ટ્રકમાંથી વિદેશી દારૂ અને બિયરની નાની મોટી બોટલ તેમજ બીયરના ટીન મળી કુલ 16,920 નંગ કિંમત રૂપિયા 24,03,000 મળી આવતા પોલીસે આરોપી ટ્રક ચાલક ખેતારામ ઠાકુરામ માજીરાણાની ધરપકડ કરી ટ્રક કિંમત રૂપિયા 10 લાખ તેમજ એક મોબાઈલ સહિત કુલ રૂપિયા 34,08,000નો મુદામાલ કબ્જે કરી માળિયા મિયાણા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાવવાની કાર્યવાહી કરી હતી.