ન્હાવા પડેલા યુવાનને બચાવવા જતા બીજો યુવાન પણ કેનાલના પ્રવાહમાં તણાઈ ગયો
હળવદ : હળવદ શહેરમાં માનસર ચોકડી પાસે ગત તા.19ના રોજ સાંજના સમયે નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા યુવાનને બચાવવા જતા બીજો યુવક પણ કેનાલના પ્રવાહમાં તણાઈ જતા બન્નેના મૃત્યુ નિપજ્યા હતા.જો કે, બનાવની કરુણતાતો એ હતી કે ડૂબતા યુવકને બચાવવા પડેલ યુવકનો મૃતદેહ 48 કલાક કરતા વધુ સમય બાદ મળ્યો હતો.
હળવદ શહેર નજીક આવેલ કચ્છ ફ્રૂટ માર્કેટમાં કામ કરતા અને અહીં જ રહેતા રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની રાજુરામ કેશારામ જાટ ઉ.20 નામનો યુવક ગત તા.19ના રોજ માનસર - મોરબી ચોકડી પાસે નર્મદા કેનાલમાં ન્હાવા પડ્યો હતો.ન્હાવા સમયે રાજુરામ ડૂબવા લાગતા ફરસારામ દમારામ જાટ નામનો સાથી યુવક બચાવવા જતા તે પણ પાણીમા ગરક થઈ ગયો હતો.આ ઘટનામાં તા.19ના રોજ રાજુરામનો મૃતદેહ મળી આવ્યો હતો.જ્યારે ફરસારામનો મૃતદેહ 48 કલાક બાદ તા.21ના રોજ મળી આવ્યો હતો.બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.