વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાં ખેતમજૂરી કરતા પરિવારનો માસૂમ બાળક કેનાલ નજીક રમતો હતો ત્યારે રમતા રમતા બાળક કેનાલમાં પડી જતા કરુણ મોત નિપજયું હતું.
વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાં મામદહુસેન જલાલભાઈ મોમીનની વાડીએ રહી ખેતમજૂરી કરતા મહેન્દ્રભાઈ સંઘાળીયા નામના શ્રમિકનો સાડા ત્રણ વર્ષનો પુત્ર લવરાજ કેનાલ નજીક રમતો હતો ત્યારે સાંજના સમયે રમતા રમતા કેનાલના પાણીમાં પડી જતા માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.