મોરબી શહેરના કાલિકા પ્લોટમાં આવેલ જેઠા ગલીમાં રહેતા ઉમંગભાઈ નિરંજનભાઈ લખતરિયા ઉ.41 નામનો યુવાન પોતાના પિતા સાથે માળીયા ખાતે મીઠાનો ધંધો કરતા હતા. આ મીઠાનો ધંધો ત્રણ વર્ષથી બંધ થઈ જતા ધંધો ફરી શરૂ કરવા પ્રયાસો કરવા છતાં ધંધો શરૂ થતો ન હોય ઉમંગભાઈને મનોમન લાગી આવતા ગત તા.31ના રોજ ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગઈકાલે મૃત્યુ નિપજતા સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.