Sunday - May 17, 2026

મોરબીના લાતીપ્લોટમાં સહમતી વગર સ્માર્ટ મીટર નાખી દીધાનો વેપારીઓનો આરોપ

મોરબીના લાતીપ્લોટમાં સહમતી વગર સ્માર્ટ મીટર નાખી દીધાનો વેપારીઓનો આરોપ

મોરબી : મોરબીના લાતી પ્લોટ મેઈન રોડ ઉપર શેરી નં.2ના નાકે લક્ષ્મી ચેમ્બરમાં આજે પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે. જેનો વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. 4 મીટર જાણ કર્યા વગર જ બદલાવી નાખવામાં આવ્યા હોવાનો વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે. બીજી તરફ વેપારીઓએ કામગીરી અટકાવી દીધી છે. સામે પીજીવીસીએલના કર્મચારીઓએ પણ ઉપરી કક્ષાએ જાણ કરી હવે શું કરવું તે અંગે સૂચન માંગ્યું છે.

વેપારી હિરેનભાઈ ગાંધીએ જણાવ્યું કે અત્યારે કોઈ પણ જાણ કર્યા વગર 4 જગ્યાએ મીટર નાખવામાં આવ્યા છે. અમને ફરી જુના મીટર નાખી દયે. જો અમને જુના મીટર નહિ નાખી દયે તો અનસન ઉપર ઉતરીશું. જયદેવસિંહ જાડેજાએ જણાવ્યું કે તેઓની દુકાનમાં કઈ પણ પૂછ્યા વગર સીધું મીટર બદલવામાં આવ્યું છે.કોઈ વધુ માહિતી આપ્યા વગર સીધા બદલવા લાગ્યા હતા. જો બદલવું હોય તો આખા શોપિંગ સેન્ટરમાં બધાનું બદલવામાં આવે, અથવા અમને જૂનું મીટર નાખી દેવામાં આવે.

કિરીટસિંહ જાડેજાએ જણાવ્યું કે કોમ્પ્લેક્ષમાં 4 મીટર બદલાવી નાખ્યા બાદમાં અમને જાણ થઈ પછી અમે મીટર બદલવાની ના પાડી દીધી છે. આ લોકોએ કોઈની સાઈન લીધી નથી, કોઈને કહ્યું નથી, પોતાની રીતે જ મીટર બદલાવી નાખ્યા છે. જુના મીટરના સિલ તોડી સ્માર્ટ મોટર નાખી દેવામાં આવ્યા છે હવે એમ કહે છે કે નવા મીટરના સિલ તોડવાની અમારી ઓથીરિટી નથી. કોઈ પણ સહમતી વગર દાદાગીરીથી મીટર બદલાવી નાખવામાં આવ્યા છે

મોરબીના લાતીપ્લોટમાં સહમતી વગર સ્માર્ટ મીટર નાખી દીધાનો વેપારીઓનો આરોપ

પીજીવીસીએલના જીનેશભાઈએ જણાવ્યું કે એક સાથે 10 હજાર એસી ચાલુ થાય તો રિયલ ટાઈમ રિપોર્ટ અમને મળી શકે તે માટે સ્માર્ટ મીટર જરૂરી છે. જેથી લો વોલ્ટેજની કે અન્ય કોઈ સમસ્યા ન રહે. જુના અને નવા મીટરમાં માત્ર કોમ્યુનિકેશન ડીવાઇસનો જ ફરક છે. આ મીટર પ્રિપેઈડ નથી. ડિસ્કનેક્ટ નહિ થાય.

એક્યુરિસી લેવલે પણ કોઈ ફેરફાર નથી. વધુમાં તેઓએ જણાવ્યું કે આ મામલે ઉપરી કક્ષાએ જાણ કરી છે. હવે ઉપરથી જે સૂચના મળે તે પ્રમાણે કામગીરી કરવામાં આવશે.