Monday - Jul 06, 2026

ટંકારાના મિતાણા ઓવરબ્રિજ ઉપર ટ્રકની ઠોકરે ટ્રેકટર ચાલકનું મોત

ટંકારાના મિતાણા ઓવરબ્રિજ ઉપર ટ્રકની ઠોકરે ટ્રેકટર ચાલકનું મોત

ટંકારા તાલુકાના મિતાણા ગામના ઓવરબ્રિજ ઉપર ગત તા.30 માર્ચના રોજ જીજે - 08 - એડબ્લ્યુ - 5303 નંબરના ટ્રક ચાલકે જીજે - 03 - ઇએ - 4738 નંબરના ટ્રેક્ટરને ટક્કર મારી અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં ટ્રેકટર ચાલક કિશોરભાઈ ધનજીભાઈ દેવડા રહે.પ્રભુનગર મિતાણા વાળાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અરવિંદભાઈ મોહનભાઇ દેવડા ઉ.47 રહે.પ્રભુનગર મિતાણા વાળાને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના આ બનાવ અંગે ટંકારા પોલીસે અરવિંદભાઈની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.