મોરબી:- મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સનરાઈઝ વિલામાં આજે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતા ભવ્ય થી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે સનરાઈઝ વિલામાં રહેતા 650 થી વધુ લોકો માટે મહાપ્રસાદ નું આયોજન સાથે સાથે મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સુંદર આયોજનમાં સોસાયટીના લોકો એ બહોળી સંખ્યામાં શ્રદ્ધા સાથે મહાઆરતીનો લાભ લીધો હતો. અયોધ્યામાં જ્યારે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, તે દિવસે જ આ મંદિરમાં ભગવાન રામની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જ્યારે અયોધ્યામાં આજે પ્રાણ પ્રતિષ્ઠા ને એક વર્ષ પૂર્ણ થયું છે અને અયોધ્યામાં મોટી સંખ્યામાં ભક્તો આજે દર્શન કરવાં આવી રહ્યા છે, ત્યારે પંચાસર રોડ ઉપર આવેલા સનરાઈઝ વિલામાં પણ મોટી સંખ્યામાં આજુબાજુની સોસાયટીના લોકો પણ દર્શનનો લાભ લીધો હતો, અને મહાઆરતીનો પણ લાભ લીધો હતો.