Monday - Jul 06, 2026

હળવદના મિયાણી ગામે વીજ ચેકીંગ અવરોધ કરનાર 4 સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ

હળવદના મિયાણી ગામે વીજ ચેકીંગ અવરોધ કરનાર 4 સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ

ગાળો આપી અને ધોકો ઉગામી ધમકી આપ્યાની ફરિયાદ

મોરબી : હળવદના મિયાણી ગામે આજે વીજ ચેકીંગ દરમિયાન વીજ કર્મીઓ અને એસઆરપી જવાન સાથે સ્થાનિક લોકોનું ઘર્ષણ થયું હતું. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પોલીસ મથકે નિલેષભાઈ જાદવભાઈ ખેતરપાલ રહે. ખંભાળીયા વાળા વીજ કર્મચારીએ પ્રકાશ રણછોડભાઈ રંભાણી તથા ચતુર માંડણભાઇ રંભાણી, એક અજાણ્યો પુરૂષ અને એક અજાણી મહિલા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આજે આશરે સાતેક વાગ્યાના અરસામાં તેઓ સરકારી કામ અર્થે વીજ ચેકીગમા ગયા હતા. જ્યાં આરોપીના ઘરે વીજળીની ગેરરીતી જણાતા ઘર માલિક અને અન્ય આરોપીઓએ બોલાચાલી કરી અને ગાળો આપી ઘરમાંથી બહાર નીકળી જા નહિતર મજા નહિ આવે તેમ ધમકી આપી હતી. વધુમાં શેરીમાં હતા ત્યારે વીજ ચેકીંગ બાબતે એક અજાણ્યા વ્યક્તિએ હાથમાં ધોકો લઇ આવી તથા અજાણી મહિલાએ બોલાચાલી કરી હતી. આ ફરિયાદના આધારે હળવદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે