Tuesday - May 19, 2026

મોરબીમાં કાળઝાળ ગરમીથી રાહત આપવા ૫૦૦૦ લોકોને ૧૦૦૦ લીટર ઠંડી મસાલાયુક્ત છાસ પીવડાવી

મોરબીમાં કાળઝાળ ગરમીથી રાહત આપવા ૫૦૦૦ લોકોને ૧૦૦૦ લીટર ઠંડી મસાલાયુક્ત છાસ પીવડાવી

મોરબી : મોરબીમાં કાળઝાળ ગરમીએ હાહાકાર મચાવ્યો છે. આખો દિવસ સતત અગન લુ વરસતી હોવાથી  આ ગરમ લુથી લોકોને રાહત આપવા સ્તકાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલા કૈલાશ એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્રારા ગાંધી ચોક ખાતે ઠંડી મસાલા છાશનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ.જેમાં બપોરે ૧૧:૩૦ થી ૩ વાગ્યા સુધી કૈલાશ એપાર્ટમેન્ટના ભાઈઓ અને બહેનો દ્વારા આ સેવાકાર્ય કરવામાં આવ્યું હતુ.
 
મોરબીમાં કાળઝાળ ગરમીથી રાહત આપવા ૫૦૦૦ લોકોને ૧૦૦૦ લીટર ઠંડી મસાલાયુક્ત છાસ પીવડાવી

મોરબીની જાહેર જનતાના લગભગ ૫૦૦૦ લોકોએ આ સેવા કાર્યનો લાભ લીધો હતો.આ સેવા કાર્યમાં ૩૦૦ કિલો જેટલું ધોરવું લઇ તેમાંથી લગભગ ૧૦૦૦ લીટર જેટલી ઠંડી અને મસાલાવાળી છાસ બનાવી રસ્તા ઉપર આવતા જતા લોકોને હાલની અતિશય કાળઝાળ ગરમીમાં ઠંડક આપવાનું નિસ્વાર્થ સેવા કાર્ય કરવામાં આવ્યું હતુ. આ તકે કૈલાશ એપાર્ટમેન્ટના પ્રમુખ હેમલભાઈ નિર્મલે સર્વે ફ્લેટ ધારકોની આ ઉમદા કાર્યમાં સહકાર આપવાની સેવાકીય કામગીરીને બિરદાવી હતી.