ટંકારા:- ગત તારીખ ૧૫/૫/૨૬ને શુક્રવારને ચૌદસના દિવસે રામગઢ - કોયલી ખાતે આવેલા મચ્છુ કઠિયા સઈ-સુતાર દરજી રાઠોડ પરિવાર ટંકારા(રામગઢ- કોયલી)ના સુરાપુરા દાદા જેઠાબાપાના સાનિધ્યમાં અત્યંત ભવ્ય હવન યજ્ઞ તથા મહાપ્રસાદનું ખૂબ જ સફળતાપૂર્વક આયોજન યોજાયું હતું.
હર્ષ અને ગૌરવ સાથે જણાવતા આનંદ થાય છે કે કુળદેવી *શ્રી ચામુંડા માતાજી* અને *સુરાપુરા દાદા શ્રી જેઠા બાપાની અસીમ કૃપાથી ભીષણ ગરમી હોવા છતાં, ખુલ્લા ખેતરની વિશાળ જગ્યામાં આ પાવન પ્રસંગનું સુંદર અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યને દીપાવવા અને સફળ બનાવવામાં જે તમામ **પરિવાર જનો, સ્નેહીજનો અને ગ્રામ જનોએ* સાથે તમામ કાર્યકર્તા મિત્રોએ પોતાનો તન, મન અને ધનથી અમૂલ્ય સહયોગ આપ્યો છે, તે બદલ રાઠોડ પરિવારના તમામ કાર્યકર્તાઓ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
આપ સૌની પ્રેરણાદાયી ઉપસ્થિતિ અને સહકાર વિના આ ભગીરથ કાર્ય આટલું દિવ્ય બની શક્યું ન હોત. દાદા અને માતાજી આપ સૌના પરિવાર પર સદાય સુખ, શાંતિ અને સમૃદ્ધિની કૃપા વરસાવતા રહે તેવી પ્રાર્થના રાઠોડ પરિવારના તમામ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે.
આ ભવ્ય હવનના કાર્યક્રમને સફળ બનાવા માટે આમરણ ગામના હરેશભાઈ રાઠોડ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી, પોતાનો કીમતી સમય આપી ઝીણી ઝીણી જરૂરિયાતો ને સ્થળ સુધી પહોંચાડી ને પોતાની દાદા પ્રત્યે ની શ્રદ્ધા વ્યક્ત કરી હતી..સાથે સાથે કુટુંબના નાના મોટા કાર્યકર્તાઓએ પણ પોતાને આપેલી વિવિધ જવાબદારીઓ ઝીણવટ પૂર્વક નિભાવીને પોતાની દાદા પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરી હતી.
દાદાની જગ્યામાં રંગ કામ કરી બીપીનભાઈ રાઠોડે પોતાની પીછી ની તાકાત બતાવી હતી જેમાં પોતાનો કિંમતી સમય આપી ત્યાં પાંચ થી છ દિવસ રોકાઈને તેમને આ કાર્ય પૂર્ણ કરી દાદા પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી,
આ તકે તમામ રાઠોડ પરિવારના કુટુંબીઓએ પણ ઉદાર હાથે આર્થિક સહયોગ આપી પોતાની દાદા પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
સમગ્ર હવનનું સંચાલન આચાર્ય શાસ્ત્રીજી ચેતનભાઇ.એમ. દવે દ્વારા કરવામાં આવ્યું હતું.
જેથી આ ધાર્મિક કાર્યક્રમ બધાના સહયોગથી પરિપૂર્ણ થયો હતો અને ખૂબ આનંદ ઉત્સાહ સાથે મહાપ્રસાદ લીધો હતો.