Monday - May 11, 2026

મોરબીમાં રઝળતા ઢોરને ડબ્બે પુરવા મનપા તંત્ર મેદાને, 17 ઢોરને પકડયા

મોરબીમાં રઝળતા ઢોરને ડબ્બે પુરવા મનપા તંત્ર મેદાને, 17 ઢોરને પકડયા

મોરબી :  મોરબીમાં ઘણા સમયથી રઝળતા ઢોરનો ત્રાસ છે. શહેરના એકેય માર્ગ કે શેરી ગલી એવી નહિ રહી હોય કે જ્યાં રખડતા ઢોરનો ત્રાસ નહિ હોય. દરેક વિસ્તારમાં રઝળતા ઢોર ત્રાસ આપી રહ્યા છે. જો કે અગાઉ મોરબી પાલિકા હતી ત્યારે આ દિશામાં કોઈ નક્કર કામગીરી કરી ન હતી. પણ મનપા બનતા આ મનપા તંત્ર રઝળતા ઢોરને પકડવા એક્શનમાં આવ્યું છે.

મોરબીમાં મનપા તંત્ર દ્વારા દરરોજ રાત્રે રઝળતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવે છે અને કોન્ટ્રાક્ટ એંજન્સી દ્વારા ઢોર પકડ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં એક રાતમાં જ રસ્તે રઝળતા 17 જેટલા ઢોર પકડવામાં આવ્યા હતા. જો કે, ક્યારેક આ કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાંની પણ ફરિયાદ ઉઠે છે. પણ હવે ખુદ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે મેદાને આવ્યા છે અને તેમની દેખરેખ હેઠળ રઝળતા ઢોરને પકડવામાં આવી રહ્યા છે. જો કે લોકોમાંથી ઉઠતી ફરિયાદ મુજબ ઢોરને ડબ્બે પુરવાની કામગીરી તો ચાલી રહી છે. પણ લોકોની પીડા ઓછી થઈ નથી. એટલે હજુ પણ રઝળતા ઢોરનો ત્રાસ યથાવત છે.એટલે મોરબીનો એક પણ વિસ્તાર એવો બચ્યો નહિ હોય જ્યાં રખડતા ઢોરનો ત્રાસ નહિ હોય.એથી શહેરનો દરેક વિસ્તાર ઢોરના ત્રાસથી પીડિત છે. લોકોને ભારે હાલાકી પડે છે. દરરોજ કોઈને કોઈ વિસ્તારમાંથી આખલા યુદ્ધની બુમરાણ ઉઠે છે. તેથી મનપા તંત્ર લોકોને રઝળતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપવવા ત્વરિત કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.

મોરબીમાં રઝળતા ઢોરને ડબ્બે પુરવા મનપા તંત્ર મેદાને, 17 ઢોરને પકડયા