મોરબી : ગુજરાત રાજ્યમાં હાલ ઘણાં બધા રાશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસી બાકી હોય અને આ કામગીરી 31 માર્ચ પહેલા પૂર્ણ કરવાની હોવાથી પોસ્ટ વિભાગને પણ આ કામગીરીની સેવા સોંપવામાં આવી છે. જેથી મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસમાં પણ હવે નાગરીકોના પોતાના રાશનકાર્ડના ઈ-કેવાયસી કરાવી શકાશે.
મોરબી શહેરના તમામ નગરીકો કે જેઓના રાશનકાર્ડ ઈ-કેવાયસી બાકી હોય તેઓએ મોરબી મેઈન પોસ્ટ ઓફીસમાં સવારે 8 થી 1 દરમિયાન રૂબરૂ આવી ઈ-કેવાયસી કરાવી શકશે. આ ઈ કેવાયસી સેવા તદ્દન નિઃશુલ્ક છે. નાગરિકને કોઈ પણ ચાર્જ આપવાનો થતો નથી. રેશનકાર્ડ ઈ કેવાયસી કરવા માટે ડોકીયુમેન્ટમાં પોતાનું રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ લીંક હોય તે મોબાઈલ સાથે રાખીને આ સેવાનો મોરબી શહેરના નાગરિકોએ બહોળી સંખ્યામાં ખાસ લાભ લેવા મોરબી મેઈન પોસ્ટ ઓફિસમાં હાજર રહેવા મોરબી મેઈન પોસ્ટ ઓફિસનાં એસપીએમ પરાગ વસંતની યાદીમાં જણાવાયું છે.