ટંકારા તાલુકામાં આવેલ હડમતીયા ગામે દેવ પોલીપેક નામના કારખાનાના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજુરીકામ કરતા યુવાનો તેમના લેબર કવાટરમાં હતા ત્યારે ગત રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં લેબર કવાટરમાં ગેસનો બાટલો ફાટયો હતો.આ આગજનીના બનાવમાં રાજકુમાર રામલગનભાઈ માંજી (18), રાહુલકુમાર ભુષણકુમાર માંજી (17) અને સંતોષ સાધુભાઈ પાસ્વાન (38) રહે. હાલ દેવ પોલીપેક હડમતીયા તા.ટંકારા જી. મોરબી મુળ રહે. નાલંદા જીલ્લો (બીહાર) નામના ત્રણ મજુર યુવાનો દાઝી ગયા હોય અહીંની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જે પૈકી રાજકુમાર માંજીની હાલત નાજુક હોવાનું તેના સાથે કામ કરતા મજુર યુવાન સોહનકુમાર પાસેથી જાણવા મળેલ છે. હાલ મોરબી એ ડીવીઝન પોલીસ મથકના ડી.આર. ઝાલાએ પ્રાથમીક તપાસ કરી બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરેલ છે.