મોરબી : મોરબી શહેરના શનાળા રોડ હાઉસિંગ બોર્ડ અને મકનસરમા પોલીસે અલગ અલગ બે દરોડામાં વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી લઈ લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રથમ દરોડામાં મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે વાંકાનેર - મોરબી હાઇવે ઉપર મકનસર ગામે આવેલ ચામુંડા હોટલ સામે દરોડો પાડી જીજે - 24 - ડબ્લ્યુ - 7550 નંબરની રિક્ષામાંથી આરોપી ધર્મેન્દ્ર રુગનાથભાઈ એરણીયા રહે.શિવપાર્ક, પીપળી ગામ, મોરબી અને દર્શન ઉર્ફે લાલો કનુભાઇ વરાણીયા રહે.શિવપાર્ક, પીપળી વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની 36 બોટલ કિંમત રૂપિયા 50,400, એક મોબાઇલ કિંમત રૂપિયા 5000 તેમજ એક લાખની રીક્ષા મળી કુલ રૂ.1,55,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓની પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો આરોપી લાલભાઈ કાઠીએ આપ્યો હોવાનું કબુલતા પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના કવાટર્સ નંબર 219 પાસેથી આરોપી જીતેન્દ્ર વાલજીભાઈ દેવાતકા નામના શખ્સને પ્લાસ્ટકની 200 મીલી માપની કુલ 9 બોટલમાં વિદેશી દારૂ જેવું પ્રવાહી ભરેલ હોય વેચાણના ઇરાદે મળી આવતા રૂપિયા 2700નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.