Saturday - May 16, 2026

હળવદના દેવીપુર ગામે વાડીમાં જુગાર રમતા ત્રણ ઝબ્બે, એક ફરાર

હળવદના દેવીપુર ગામે વાડીમાં જુગાર રમતા ત્રણ ઝબ્બે, એક ફરાર

હળવદ : હળવદ તાલુકાના દેવીપુર ગામની સીમમાં આવેલ વાડીમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે રૂ ૬૧ હજારની રોકડ રકમ જપ્ત કરી છે એક ઇસમ નાસી ગયો હતો જેથી વધુ તપાસ ચલાવી છે.

મોરબી એલસીબી ટીમે હળવદ તાલુકાના દેવીપુર ગામની સીમમાં કેનાલ કાંઠે આવેલ આરોપી મુકેશ હસમુખ માકાસણાની વાડીમાં રેડ કરી હતી વાડીમાં જુગાર રમતા મુકેશ હસમુખ માકાસણા, જગદીશ વલમજીભાઈ માકાસણા અને વસંત કેશવજીભાઇ માકાસણા રહે ત્રણેય ચરાડવા તા. હળવદ વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૬૧,૦૦૦ જપ્ત કરી છે આરોપી સંજય લાભુભાઈ માકાસણા રહે ચરાડવા વાળો નાસી ગયો હતો જેથી હળવદ પોલીસમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે.