Sunday - Jul 12, 2026

ટંકારાના જુના હડમતીયા રોડ ઉપર જુગાર રમતા ત્રણ ઝબ્બે

ટંકારાના જુના હડમતીયા રોડ ઉપર જુગાર રમતા ત્રણ ઝબ્બે

ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુના હડમતીયા રોડ ઉપર સ્મશાન સામે આવેલ બાવળના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી દિગુભાઇ કરશનભાઇ સોલંકી રહે. ટંકારા ઉગમણા નાકે, નાસીરભાઇ હુશેનભાઇ મેસાણીયા રહે. ટંકારા સંધીવાસ અને ગુલામદસ્તગીર બાબુશા શા રહે.સંધીવાસ ટંકારા વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4600 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.