Wednesday - Nov 05, 2025

મોરબી અને માળિયામાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ ઝબ્બે

મોરબી અને માળિયામાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ ઝબ્બે

મોરબી : મોરબી અને માળીયા મિયાણામાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ ત્રણ દરોડામાં મોરબીના ઘુંટુ તેમજ માળીયા શહેરમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ત્રણ શખ્સને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

મોરબી તાલુકા પોલીસે જુના ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સિરામિક નજીકથી આરોપી અરુણભાઈ રાજુભાઇ તળપદા રહે.લાલપર ગામ વાળાને વરલીનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 420 કબ્જે કર્યા હતા. જ્યારે બીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસે મોટી બજારમાં વરલીના આંકડા લઈ જુગાર રમાડી રહેલા આરોપી અયુબ ઉમરભાઈ સામતાણી રહે.કોળી વાસ વાળાને રોકડા રૂપિયા 2220 સાથે ઝડપી લીધો હતો. જ્યારે ત્રીજા દરોડામાં માળીયા પોલીસે સરકારી હોસ્પિટલ જવાના રસ્તે જાહેરમાં આંકડા લખી વરલીનો જુગાર રમાડી રહેલા આરોપી લતીફભાઈ હૈદરભાઈ કાજેડીયાને રોકડા રૂપિયા 250 સાથે ઝડપી લઈ વરલીનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.