Monday - Jul 06, 2026

મોરબીના માર્કેટીંગ યાર્ડ પાછળ દારૂની 108 બોટલ અને બે કાર સાથે ત્રણ ઝડપાયા

મોરબીના માર્કેટીંગ યાર્ડ પાછળ દારૂની 108 બોટલ અને બે કાર સાથે ત્રણ ઝડપાયા

મોરબી શહેરમાં પોલીસનો ભય જ ન હોય તે રીતે બુટલગરોએ જ્યા ખેત પેદાશની જણસો વેચાણ થાય છે તેવા માર્કેટિંગ યાર્ડમા દુકાનો પાછળ વિદેશી દારૂનું કટિંગ કરવાનું શરુ કરતા જ એલસીબીએ બાતમીને આધારે દરોડો પાડી મોરબી, રાજકોટ અને એક રાજસ્થાનના શખ્સને બે કાર તેમજ 108 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લઈ કુલ 2.89 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન એક શખ્સ નાસી ગયો હતો.

મોરબી એલસીબી ટીમને મળેલી બાતમીને આધારે શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડમાં દુકાનોની પાછળના ભાગ દરોડો પાડતા આરોપી નઝીરભાઇ રહીમભાઇ સુમરા, રહે.રાજકોટ જામનગર રોડ, માધાપર ચોકડી પાસે વોરા સોસાયટી, કૃષ્ણનગર સોસાયટી શેરી નં.13, રાજકોટ, મુળ રહે.મોરબી- સો ઓરડી, પાંચારામ ઠાકરારામ તેતરવાલ બિશ્નોઇ, રહે.લુખુ બિશ્નોઇ કી ઢાણી તા.ધોરીમન્ના જી.બાડમેર રાજસ્થાન અને સમીરભાઇ રફીકભાઇ પલેજા, રહે.મોરબી કાલીકા પ્લોટ-6, બાવા અહેમદશા મસ્જિદ વાળી શેરી નામના શખ્સ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 108 બોટલ કિંમત રૂપિયા 89,640 સાથે પકડાઈ ગયા હતા.