Tuesday - Apr 28, 2026

મોરબીમાં ફરી એકવાર ભીષણ આગને બુઝાવવા ત્રણ ત્રણ ફાયર ફાઇટર ટૂંકા પડ્યા

મોરબીમાં ફરી એકવાર ભીષણ આગને બુઝાવવા ત્રણ ત્રણ ફાયર ફાઇટર ટૂંકા પડ્યા

પીપળીયા નજીક પોલીપેક કારખાનાની આગને મેજર કોલ દર્શાવી અન્ય જગ્યાએથી ફાયર ફાઇટરોની મદદ મંગાઈ

મોરબી  : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ શ્રી રોયલ પોલી પ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ નામના પ્લાસ્ટિકના કારખાનામાં આજે બપોરે કોઈપણ કારણોસર ભીષણ આગ ભડકી ઉઠી છે. આગ એટલી બધી ભયાનક હોય આગની ભીષણ જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાઈ રહ્યા છે.

હાલ મોરબી ફાયર બ્રિગ્રેડ ત્રણ ફાયર ફાઇટરથી આ ભયાનક આગ બુઝાવવાના તનતોડ પ્રયાસો કરી રહ્યું છે. પણ મોરબી ફાયર બ્રિગ્રેડે પ્લાસ્ટિકના કારખાનામાં લાગેલી આગ ભયકર હોય એ આગને મેજર કોલ દર્શાવી એટલે વિકરાળ આગ જણાવી આ ત્રણ ફાયર ફાઇટર આગ બુઝાવવા માટે ટૂંકા પડ્યા હોવાથી અન્ય સ્થળોએથી ફાયર ફાઇટરની મદદ માંગવામાં આવી છે.

મોરબીમાં ફરી એકવાર ભીષણ આગને બુઝાવવા ત્રણ ત્રણ ફાયર ફાઇટર ટૂંકા પડ્યા