મોરબી:- મોરબીમાં સફાઈને લઈને તંત્રની કામગીરી પહેલેથી આળસુ ઢબની રહી છે. અને મોરબીમાં જુદી જુદી જગ્યાએ તમને ઠેર ઠેર ગંદકીના થર જોવા મળતા હોય છે. અને વારંવાર સફાઈની અને કચરા નિકાલની કે કોઈ ગટરના ઢાંકણા ફિટ કરવાની રજૂઆતો કરવા છતાં તે લાંબા સમય સુધી જેસે થે એવી હાલતમાં જ હોય છે. અને જ્યારે તંત્રને પોતાની ઈચ્છા થાય અને પોતાના મનથી એમ થાય કે ના હવે આ કાર્ય કરવું છે. ત્યારે તેઓ કરતા હોય છે. એટલે સફાઈ કરાવામાં પણ પોતાની મનમાની ચલાવતા હોય છે. તમે જાણો છો તેમ મોરબીના રવાપર રોડ પર એક નાલા નું કામ ખાસા લાંબા સમયથી ચાલે છે. એવા સંજોગોમાં રોડની સાઈડ પર માટીના મોટા મોટા ઢગલા પડેલા હોય, અને અવારનવાર ત્યાંથી વાહનો નીકળતા હોય અને નાના મોટા અકસ્માતનો ભય રહેતો હોય તેવા સંજોગોમાં મોરબીના જાગૃત ત્રણ વ્યક્તિઓ તંત્રના કામને પોતાનું કામ સમજી તંત્રને સહયોગ આપી રહ્યા છે. અરૂણભાઇ સીતાપરા રમેશભાઈ મસોત અને ગિરીશભાઈ દ્વારા મોરબીના એવન્યુ પાર્ક થી રવાપર ચોકડી સુધી પોતાના સ્વખર્ચે સફાઈ કરાવામાં આવે છે, મોરબીના જાગૃત નાગરીકની ફરજ સમજી અરૂણભાઇ સીતાપરા રમેશભાઈ મસોત અને ગિરીશભાઈએ આ કાર્ય આરભ્યુ હતું. અને તેઓના આ કામની મોરબીના લોકોએ ભારે પ્રશંસા કરી છે.