મોરબી : વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે. મોરબીના ગંગારામભાઈ દેવચંદભાઈ કક્કડ (શ્રી હરી પરિવાર) ના સહયોગથી સુંદરકાંડ, ધૂન-ભજન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
સંત શિરોમણી જલારામ બાપાના ધર્મપત્નિ વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે આવતીકાલ તા.૧૩-૧૧-૨૦૨૫ ગુરુવાર કારતક વદ-૯ ના રોજ મોરબી જલારામ ધામ ખાતે ગંગારામભાઈ દેવચંદભાઈ કક્કડ (શ્રી હરી પરિવાર) ના સહયોગથી ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત સાંજે ૪ થી ૬ ધૂન-ભજન, સુંદર કાંડ ના પાઠ, જલારામ બાપા તથા વીરબાઈ માઁ ની મહાઆરતી ત્યાર બાદ મહાપ્રસાદ યોજવામાં આવશે.