Tuesday - Apr 28, 2026

હળવદમા બે સગા ભાઈ સહિતના ત્રણ શખ્સો કારમાં નશો કરેલી હાલતમાં ઝડપાયા

હળવદમા બે સગા ભાઈ સહિતના ત્રણ શખ્સો કારમાં નશો કરેલી હાલતમાં ઝડપાયા

હળવદ : હળવદ શહેર તાલુકામાં બે સગા ભાઈ સહિતના ત્રણ શખ્સોને પોલીસે કારમાં નશો કરેલી હાલતમાં ઝડપી લઈ ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર તેમજ દારૂ ભરેલી બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના આગમન પાર્ટી પ્લોટ નજીક જીજે - 36 - એફ - 0336 નંબરની શંકાસ્પદ કારને અટકાવી તલાશી લેતા કારમાંથી આરોપી ચિંતન જિતેન્દ્રકુમાર રાવલ, ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી અને પંકજ ચમનભાઈ ગોઠી રહે.ત્રણેય હળવદ વાળાઓ નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે કારની તલાશી લેતા કારમાંથી 300 મીલી દારૂ ભરેલી ટીચર્સ સ્કોચની બોટલ પણ મળી આવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી 3 લાખની કાર સહિત 3,00,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.