Saturday - May 16, 2026

હળવદ નજીક કારમાં ઘેટા ભરીને નીકળેલા ત્રણ ઝડપાયા

હળવદ નજીક કારમાં ઘેટા ભરીને નીકળેલા ત્રણ ઝડપાયા

હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા વિશાલભાઇ નરેન્દ્રભાઇ ત્રીવેદીએ હળવદ પોલીસને બાતમી આપી હતી કે આરજે – 04 – સીએ – 5715 નંબરની સ્વીફ્ટ ડિઝાયર કારમાં ક્રૂરતા પૂર્વક ઘેટા લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીને આધારે પોલીસે મોરબી ચોકડી નજીક વોચ ગોઠવી ઉપરોક્ત સ્વીફ્ટ કારને અટકાવી તલાશી લેતા આરોપી રહેમાનખાન નેકુખાન, રહે.કોડુકા ગામ તા.પાટોદ જી.બાડમેર રાજસ્થાન, જબરૂદીન રેશમખાન, રહે. પાટોડી ગામ, તા.પાટોદ જી.બાડમેર રાજસ્થાન અને ભવરેખાન ઈશેખાન, રહે.ગંગાપુરા ગામ, તા.પાટોદી જી.બાડમેર રાજસ્થાન વાળાની ગાડીમાંથી બે મોટા ઘેટા તથા 3 ઘેટાના બચ્ચા મળી પાંચ ઘેટા કિંમત રૂપિયા 10 હજાર તેમજ સ્વીફ્ટ કાર કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ 2.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા આચરવા સબબ ગુન્હો નોંધી તમામ ઘેટાઓને હળવદ પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા હતા.