મોરબીમાં યોગ્ય વરસાદ પડતાં વડાપ્રધાન મોદીની એક પેડ મા કે નામ ની મુહિમ હેઠળ ગામે ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ત્યારે મોરબીના થોરાળા ગામને હરિયાળું બનાવવા માટે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો અને મોરબીના થોરાળા ગામને લીલુંછમ હરિયાળું બનાવવા માટે 600 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ તકે અગ્રણીઓ પણ હાજર રહીને વિશ્વ સામે તોળાઈ રહેલા ગ્લોબલ વોર્મિગ સામે ટકી રહેવા વધુને વધુ વૃક્ષો વાવવા અને તેનું કાળજી પૂર્વક જતન કરવા પર ભાર મુક્યો હતો.આથી ગ્રામવાસીઓએ પણ આજે વાવેલા વૃક્ષોનું યોગ્ય રીતે માવજત કરી ઉછેર કરવાનો સંકલ્પ લીધો હતો.