હળવદ : હળવદ પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં ત્રણ શખ્સોને વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ઝડપી લઈ કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં પોલીસે વેગડવાવ ફાટક પાસે ઇશનપુર રોડ પર જીજે - 01 - કેબી - 5656 નંબરની કારમાંથી આરોપી ધ્રુવ ઠાકરશીભાઈ પરમાર અને ધ્રુમિત જયંતીભાઈ સોનાગરા રહે.હળવદ વાળાઓને વિદેશી દારૂની 180 મીલીની 50 બોટલ તેમજ બિયરના 96 ટીન મળી કુલ રૂપિયા 24,200 તેમજ બે લાખની કાર મળી કુલ રૂપિયા 2,42,200ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે બીજા દરોડામાં સરા નાકા પાસેથી આરોપી રોહન જીજ્ઞેશભાઈ રાવલ રહે.હળવદ વાળાને વિદેશી દારૂની 180 મીલીની 9 ચપલા બોટલ કિંમત રૂપિયા 900 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.