મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના ગાંધીચોક, મચ્છી પીઠ અને વાઘપરા વિસ્તારમાં અલગ અલગ ત્રણ દરોડા પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા ત્રણ શખ્સને વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં પોલીસે ગાંધીચોકમાંથી આરોપી પ્રકાશ નારણભાઇ નાગદેવ રહે.જેલરોડ વાઘપરા વાળાને રોકડા રૂપિયા 200 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં વાઘપરાના નાકા પાસેથી પોલીસે આરોપી જીવરાજભાઈ શંકરભાઈ ધામેચા રહે.રણછોડનગર, નવલખી રોડ મોરબી વાળાને રોકડા રૂપિયા 750 સાથે વરલીનો જુગાર રમાડતા ઝડપી લીધો હતો. જ્યારે ત્રીજા દરોડામાં પોલીસે મચ્છી પીઠ રોડ ઉપર જમાતખાના પાસેથી આરોપી ઇબ્રાહિમભાઈ મામદભાઈ જુણાજ રહે. સાંઢીયા પુલ પાસે રાજકોટ વાળાને રોકડા રૂપીયા 540 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.