Tuesday - Apr 21, 2026

મોરબીમાં ત્રણ સંતાનના બાપનો સગીરા સાથે આપઘાતનો પ્રયાસ : સગીરાનું મૃત્યુ

મોરબીમાં ત્રણ સંતાનના બાપનો સગીરા સાથે આપઘાતનો પ્રયાસ : સગીરાનું મૃત્યુ

મોરબી : મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ નેક્સસ સિનેમા નજીક ત્રણ સંતાનના બાપ અને સગીરાએ સજોડે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં હાલ સગીરાનું મોત નીપજ્યું હોવાના અહેવાલ મળ્યા છે. જ્યારે યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના ધુતારી વિસ્તારમાં રહેતા વિક્રમ બાબુભાઈ ડાભી (ઉ.વ.30) નામના યુવક અને એક સગીરા બન્ને મોરબીના બાયપાસ રોડે આવેલ નેક્સસ સિનેમા નજીક શેર એ પંજાબ હોટેલની સામેના વિસ્તારમાં ઝેરી દવા પીધેલ હાલતમાં મળી આવ્યા હતા. જેથી બન્નેને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સગીરાનું મોત નીપજયું હતું. જો કે, વિક્રમ ડાભી હજુ પણ સારવાર હેઠળ છે. અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનવાની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ છે. વિક્રમ ડાભી પરણિત છે અને તેને ત્રણ સંતાન છે. જ્યારે સગીરા 17 વર્ષની હોવાનું સામે આવ્યુ છે. બંનેએ એક જ જગ્યાએ ઝેરી દવા પીધેલ હોય પ્રેમ પ્રકરણ હોવાની શક્યતા સેવાઇ રહી છે. યુવક ભાનમાં આવ્યા બાદ તેનું નિવેદન લેવાયા પછી જ દવા પીવાનું ચોક્કસ કારણ સામે આવશે.