Wednesday - Apr 22, 2026

મોરબીમાં શિક્ષકને ત્રણ વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી પતાવી દેવાની ધમકી આપી

મોરબીમાં શિક્ષકને ત્રણ વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી પતાવી દેવાની ધમકી આપી

 મોરબીમાં રહેતા શિક્ષકે ધંધામાં જરૂરત હોવાથી બે વ્યાજખોરો પાસેથી ૩૦ લાખ અને ૨૦ લાખની રકમ 10 ટકાના વ્યાજે લીધી હોવાથી આ  રકમની ૩ વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી શિક્ષક અને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ વ્યાજખોરા સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના રાજપર ગામે રહેતા હરેશભાઈ ઉર્ફે હિરેનભાઈ ગોરધનભાઈ વડગાસીયાએ આરોપીઓ ધર્મેન્દ્રભાઈ રાઠોડ રહે મોરબી, ગોપાલભાઈ ગજેન્દ્રભાઈ ભટ્ટ રહે વીરપર તા. ટંકારા અને માલદે બાબુભાઈ આહીર રહે મોરબી એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી હરેશભાઈ લખધીરપુર ગામે સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને બાદમાં નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સદભાવના સેલ્સ એજન્સી ફરિયાદી અને તેના મામા અરવિંદભાઈ પનારા સાથે બેસી વેપાર કરે છે આઠેક માસ પૂર્વે ધંધામાં જરૂરત હોવાથી એજન્સી પાસે બેસતા ધર્મેન્દ્ર રાઠોડ પાસેથી માસિક ૧૦ ટકા ૩૦ લાખ વ્યજેલ ઇધ હતા અને તેને રેગ્યુલર વ્યાજ આપતા હતા રૂપિયા લેવા દેવા માટે સેટિંગ કરવા ફરી રૂપિયાની જરૂરત પડતા મિત્ર ગોપાલ ગજેન્દ્રભાઈ ભટ્ટ પાસેથી માસિક ૧૦ ટકા લેખે રૂ ૨૦ લાખ વ્યાજે લીધા હતા અને વ્યાજ આપતા હતા બાદમાં રૂપિયાની સગવડ ના થતા વ્યાજ કે મુદલ આપી શકતા ન હતા. જેથી ધર્મેન્દ્ર અને ગોપાલ અવારનવાર ફોન કરી ધમકી આપી ઉઘરાણી કરતા હતા અને તા. ૧૧-૧૦ ના રોજ સાંજે બંને આરોપી તેના મિત્ર માલદે આહીરને લઈને ઘરે આવી ફરીયાદી અને તેના ભાઈ મનીષભાઈને વ્યાજની ઉઘરાણી કરી ગાળો આપી ધમકી આપી જતા રહ્યા હતા આમ ધંધામાં જરૂરિયાત હોવાથી માસિક ૧૦ ટકા વ્યાજે ૩૦ લાખ અને અન્ય આરોપી પાસેથી ૨૦ લાખ વ્યાજે લીધા હતા જે રકમ મામલે પઠાણી ઉઘરાણી કરી ત્રણ આરોપીઓએ ઘરે આવી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે