Friday - Apr 17, 2026

મોરબીના ઘુંટુ, બેલા, ઉંચી માંડલ નજીક દારૂની રેઇડમાં ત્રણની ધરપકડ

મોરબીના ઘુંટુ, બેલા, ઉંચી માંડલ નજીક દારૂની રેઇડમાં ત્રણની ધરપકડ

મોરબી : મોરબી તાલુકા પોલીસે ઘુંટુ ગામની સીમ, બેલા અને ઉંચી માંડલ નજીક વિદેશી દારૂના ત્રણ અલગ અલગ દરોડા પાડી વિદેશી દારૂની 235 બોટલ તેમજ બિયરના 24 ટીન કબ્જે કર્યા હતા. દરોડા દરમિયાન એક આરોપી નાસી ગયો હતો. જ્યારે ત્રણ આરોપીઓ ઝડપાઇ જતા તાલુકા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે ઘુંટુ તરફથી રામનગરી જવાના રસ્તે બાવળની જાળીમાં દરોડો પાડી આરોપી જૈનીશગીરી સંદીપગીરી ગૌસ્વામી રહે.રામકો વિલેજ મોરબી વાળાએ છુપાવેલ વિદેશી દારૂની 156 બોટલ કિંમત રૂપિયા 97,200 તેમજ બિયરના 24 ટીન કિંમત રૂપિયા 5280 મળી કુલ 1,02,480નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.દરોડા દરમીયાન આરોપી નાસી જતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં બેલા રંગપર ગામે તળાવની પાળ પાસેથી આરોપી વસીમ ઓસમાણભાઈ નારેજા ઉ.29 નામના શખ્સને વિદેશી દારૂની નાની- મોટી 78 બોટલ કિંમત રૂપિયા 26,630 સાથે ઝડપી લીધો હતો.જ્યારે ત્રીજા દરોડામાં તાલુકા પોલીસે ઉંચી માંડલ ગામથી તળાવીયા શનાળા જવાના રોડ પર શંકાસ્પદ રીતે બાઈક લઈને પસાર થઈ રહેલા આરોપી દેવરાજ પ્રભુભાઈ કેરવાડિયા રહે.રાતાભેર, હળવદ તેમજ આરોપી ધરમશીભાઈ નાનજીભાઈ થરેશા રહે.ઉંચી માંડલ વાળાઓને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1100 સાથે ઝડપી લઈ રૂ.40 હજારનું બાઈક કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.