મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે સર્કિટ હાઉસ સામે આવેલ ભારતપરા વિસ્તારમાં દરોડો પાડી આરોપી 1. રાજુભાઇ સવસીભાઈ દેલવાણિયા 2.પ્રતાપ સવસીભાઈ દેલવાણિયા રહે. બન્ને ઘુંટુ આઈટીઆઈ પાછળ અને 3.અર્જુન વિરમભાઈ કુંઢિયા રહે.ભીમસર, ગંજીવાડા, વેજીટેબલ રોડ મોરબી વાળાને જાહેરમાં તીનપતિ રમતા ઝડપી લઇ રોકડા રૂપિયા 33,200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.