Saturday - May 16, 2026

ટંકારામા વાડીના રસ્તે પાણી નિકાલ મામલે આધેડને ધોકો ફટકારી જાનથી મારી નાખવા ધમકી આપી

ટંકારામા વાડીના રસ્તે પાણી નિકાલ મામલે આધેડને ધોકો ફટકારી જાનથી મારી નાખવા ધમકી આપી

ટંકારા : ટંકારાની સીમમાં વાડી ધરાવતા આધેડ સાથે વાડીના રસ્તે પાણી નિકાલ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી બે શખ્સોએ ગાયત્રીનગરમાં આવેલ હનુમાનજીના મંદિર પાસે આધેડને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ટંકારા શહેરમાં આર્યસમાજની બાજુમાં રહેતા ગોવિંદભાઇ રણછોડભાઈ લો ઉ.વ.50 નામના આધેડે આરોપી દિલીપભાઈ છગનભાઇ ઘેટિયા અને આરોપી છગનભાઇ રાધવજીભાઈ ઘેટિયા રહે.ગાયત્રીનગર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, છએક દિવસ પહેલા આરોપીઓ સાથે વાડીના રસ્તામાં પાણી નિકાલ મામલે બોલાચાલી થઈ હોય બન્ને આરોપીઓએ ગાયત્રીનગરમાં તેઓને આંતરી ધોકા વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.