Monday - Apr 27, 2026

મોરબીની નવલખી ફાટક બંધ કરાતા હજારો લોકો લખ ચોર્યાસીનો આંટો ફરવા મજબૂર

મોરબી કંડલા બાયપાસ ઉપર ઓવરબ્રિજ નીચે નવલખી ફાટકને રેલવે તંત્રએ કાયમી ધોરણે બંધ કરી દીધી છે. આ હજારો લોકોની અવરજવરની મુખ્ય કડી સમાન આ ફાટક બંધ કરી દેતા હજારો લોકોને લખ ચોર્યાસીનો આંટો ફરવા મજબર બન્યા છે. જેમાં આ ફાટક બંધ થવાથી સોસાયટીઓ, વેપારી સંકુલો, ખેતરો તેમજ સ્કૂલોના બાળકો મુશ્કેલીમાં મુકાયા છે.
મોરબીની નવલખી ફાટક બંધ કરાતા હજારો લોકો લખ ચોર્યાસીનો આંટો ફરવા મજબૂર

મોરબી કંડલા હાઇવે ઉપર ઓવરબ્રિજ નીચે આવેલ નવલખી ફાટકને કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. ફાટકની આ બાજુ ઘણા બધા રેસિડન્સી વિસ્તાર તેમજ અન્ય સંકુલો, સ્કૂલો અને અનેક ખેડૂતોના ખેતરો આવેલા હોય આ લોકોને કાયમી રીતે નવલખી ફાટક પરથી પ્રસાર થવાનું હોય હવે એ ફાટક બંધ કરી દેતા આવા અસંખ્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ફાટક બંધ કરી દેતા ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ અનેક રેસિડન્સી વિસ્તારના લોકોને  બેથી ત્રણ કિમિનું લાંબુ અંતર કાપવાની નોબત આવી છે. ફાટક બંધ કરી એમાં ચાલી પણ ન શકાય તેવી રીતે રોડ કાઢી સજ્જડ ફાટક બંધ કરી દેતા મોટા સમુદાયના લોકોને ફરી ફરીને જવું પડે છે. આ ઉપરાંત નવલખી રોડ ઉપર 20થી વધુ ગામો આવેલા હોય આ ગામના લોકોનો વાવડી રોડ તરફથી સીટીમાં આવવું હોય તો તેમને ફરજિયાત ફરી ફરીને જવું પડે છે. અથવા નવલખી નવલખી રોડ ઉપરથી જવું પડતું હોય ત્યાં ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. આથી નેક્સસ સિનેમા અને વાવડી ચોકડી પર ભારે ટ્રાફિકજામ થાય છે. જો કે તંત્ર દ્વારા પહેલા આ ફાટક પ્રાયોગિક ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવાયા બાદ હવે તા.1થી કાયમી ધોરણે આ ફાટક બંધ કરી દેવામાં આવી છે. આથી 20થી વધુ ગામો અને હાજરો લોકોને હાલાકી પડતી હોય એક ફાટક ખોલવામાં આવે તેવી લોકોએ માંગ ઉઠાવી છે.