Monday - Feb 17, 2025

માળિયાના નાવા ગામે એકેય સુવિધાના જરાય ઠેકાણા નથી, દર પાંચ દિવસે મળતું પાણી

માળિયાના નાવા ગામે એકેય સુવિધાના જરાય ઠેકાણા નથી, દર પાંચ દિવસે મળતું પાણી

મોરબી જિલ્લાનો અવિકસિત માળિયા પંથકના કોઈને કોઈ ગ્રામ્ય વિસ્તારની સુવિધાઓના અભાવે દર્દનાક દાસ્તાન બહાર આવતી જ રહે છે. એક સમયે રોટી કપડાં ઓર મકાન અને ગરીબી હટાવી ગરીબોને બચાવો એવા રૂપાળા બેનર હેઠળ આઝાદી પછીની દરેક નબળી નેતાગીરી આ દિશામાં જરાય કામ જ ન કરીને નર્યો સ્વ વિકાસ કરતા છેવાડાના ગામોની તાસીર અને તસ્વીર ફેઈલ થઈ ગઈ નથી. માળિયાના નવા ગામે એકેય સુવિધાઓના ઠેકાણા ન હોવાની દારુણ દાસ્તાન સામે આવી છે.

માળિયા તાલુકાના નવા ગામના સરપંચએ જણાવ્યું હતું કે, તેમનું ગામ ઘણું જૂનું છે. લગભગ તેમના પૂર્વજોના કાળમાં આ ગામમાં લિલીલહેર હતી. ગામની એકેય ખેતી લીલાછમ વૈવિધ્યસભર પાકોથી લહેરાય ઉઠતી પણ હવે જમાનો બદલાયો અને દરેક માણસની વિચાર શક્તિમાં પણ જબરું પરિવર્તન આવતા આજે કયો માણસ ક્યુ એનું યુનિક કાર્ય કરી બેસે એ નક્કી જ નથી. આ ગામના યુવાનો પણ ભણેલા ગણેલા હોવાથી રોઝીરોટી માટે સારું કમાય છે અને પોતાનું હિત અને અહિત વિચારી શકતા હોય ગામમાં ખેતીમાં પણ પિતાને મદદરૂપ થાય છે. પણ આ ગામને જ નહીં એક આખા તાલુકાનો વર્ષોથી જે પણ સરકારો આવી એ વચનો આપીને ભૂલી ગઈ અને વોટ બેન્ક માટે તેમનો ઉપયોગ કરતો હોય આ ગામના યુવાનોને તંત્ર અને નેતાઓ તેમજ સરકાર સામે છૂપો આક્રોશ મનની અંદર ધરબાવીને બેઠા છે. આ ગામને ઘણા વર્ષોથી પીવાના પાણીનો પ્રશ્ન નડે છે. છેલ્લા થોડા વર્ષોથી માળિયાના ખીરઇ સંપમાંથી નર્મદાનું પાણી મોટી બરાર ગામેથી આ નવા ગામે આપવામાં આવે છે. પણ છેલ્લા છ મહિનાથી પાણીના વારંવાર ધાધિયા સર્જાય છે અને હવે તો છેક પાંચ છ દિવસ માટે પાણી આપવામાં આવે છે. પાણીનો સમય તો નિર્ધારિત છે. પણ પાણી અપૂરતું આવતું હોય એ બહુ જ મોટી અને ગંભીર સમસ્યા છે. જ્યારે ગામની આંગણવાડી ઘણા સમયથી જર્જરિત હોય એની સહિતની અનેક સમસ્યાની રજુઆત કરવા છતાં તંત્રએ પોતાનો તર્કસાધુ સાધી લીધો પણ અમે તો ત્યાંના ત્યાં જ  રહી ગયા એવો ગ્રામજનોએ ઉગ્ર આક્રોશ સાથે બળાપો ઠાલવ્યો છે.