Friday - May 01, 2026

વાંકાનેર નજીક ગેરેજમાંથી વિટી અને લક્કીની ચોરી

વાંકાનેર નજીક ગેરેજમાંથી વિટી અને લક્કીની ચોરી

વાંકાનેર : વાંકાનેર શહેરની લુણસર ચોકડી નજીક આવેલ ગેરેજમાં ઘુસી તસ્કર સોનાની વીંટી તેમજ ચાંદીની લક્કી ઉપરાંત રોકડ રકમની ચોરી કરી જતા મૂળ ઉત્તરપ્રદેશના વતની ગેરેજ સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


વાંકાનેર શહેરની લુણસર ચોકડી પાસે આવેલ અર્જુન પ્લાઝાની બાજુમાં આવેલ તાજ કમાન ગેરેજમાં અજાણ્યા તસ્કર દુકાનનું શટર ઉચકાવી એક સોનાની વીંટી, એક ચાંદીની લક્કી તેમજ રોકડા રૂપિયા 30,700ની ચોરી કરી જતા મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં ગેરેજ ખાતે જ રહેતા સંચાલક નદીમખાન રઈશખાન પઠાણે વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.