હનુમાનજીની મૂર્તિમાં પગની ચાંદીના પાદુકા નીકળી નહિ, ત્રણ ચોર સીસીટીવીમાં કેદ
મોરબી : મોરબી નજીક આવેલા અને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ રફાળેશ્વર મંદિરે ગઈકાલે રાત્રે ત્રણ ચોર ત્રાટકયા હતા. આ ત્રણ ચોરોએ મંદિરમાં ઘુસી માતાજીનો મૂંગટ તેમજ દાનપેટીની રકમ સહિતની વસ્તુઓ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે. ત્રણ ચોરી ચોરી કરત સીસીટીવીમાં કેદ થઈ જતા હાલ આ ચોરીની ઘટના અંગે તાલુકા પોલીસ અને એલસીબીએ સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.
રફાળેશ્વર મંદિરમાં ગત રાત્રીના ત્રણ તાળા તોડી ત્રણ ચોર ઘુસ્યા હતા.મંદિરમાં ત્રણેય ચોરોએ માતાજીનો ચાંદીનો મુંગટ ચોરી લીધો હતો. હનુમાનજી પગમાં ચાંદીના પાદુકા છે તે કાઢવાની કોશિશ કરી હતી પણ નીકળ્યા ન હતા. દાન પેટી તોડી તેમાંથી રોકડ રકમ પણ ચોરી લીધી હતી. ઓફિસના તાળા તોડી ત્યાંથી નાની-મોટી વસ્તુઓની ચોરી કરી હતી. સીસીટીવીના ત્રણ શખ્સો ચોરી કરતા માલુમ પડે છે.તેમ રફાળેશ્વર મંદિરનો વહીવટ સંભાળતા મહેન્દ્રભાઈ પોપટે જણાવ્યું હતું. જ્યારે આ ચોરીની ઘટના અંગે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે. આ ચોરીની ઘટનામાં તાલુકા પોલીસની સાથે એલસીબી ટિમ પણ જોડાઈ છે. મોરબી તાલુકા પીઆઇ એસ.કે. ચારેલે આ બનાવ અંગે જણાવ્યું કે આ મામલે હાલ તપાસ ચાલુ છે.