મોરબી : મોરબી તાલુકાના જેપુર નજીક આવેલ ત્રિમંદીર પાસે માણેકવાડા ગામના હરેશભાઇ મનસુખભાઇ ચનીયારા ઉ.વ.35 નામના યુવાને ગત તા.6ના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.