મોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહિદાસપરામાં રહેતા યુવાને ઉછીના આપેલા 300 રૂપિયા પરત માંગતા સાત ઈસમોએ સાથે મળી યુવાન અને તેના પિતા ઉપર લાકડી, પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કરતા પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધ્યો હતો.
મોરબીના રોહિદાસપરામાં રહેતા શિવાભાઈ કેશુભાઈ સારેસાએ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના પુત્ર અજયભાઈએ આરોપી જયસુખભાઈ સાવરિયાને 300 રૂપિયા ઉછીના આપ્યા હોય જે પરત માંગતા આરોપીને સારૂ લાગ્યું ન હતું. બાદમાં આરોપી જયસુખભાઇ સાવરીયા, જયસુખભાઇના પત્નિ ગુડીબેન, જયસુખભાઇના સાળા અરૂણભાઇ, જયસુખભાઇના સાળાની પત્નિ, જયસુખભાઇના સાસુ, જયસુખભાઇના સાળાની બાજુમા રહેતા બહેન અને જયસુખભાઇના પાડોશીએ લાકડી અને પાઇપ વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.