મોરબીના મહેન્દ્રનગર નગર ચોકડી નજીક બાળકો પાસે રોડની કામગીરી કરાવતા કોન્ટ્રાકટર સામે ગુન્હો દાખલ
મોરબી : મોરબી શહેર જિલ્લામાં બાળમજૂરીના અનેક કિસ્સાઓ વચ્ચે મોરબીના મહેન્દ્રનગર ચોકડીથી કંડલા બાયપાસ સુધીના નવા રોડના કામમાં રોડ કોન્ટ્રાકટર બાળકોને કામે રાખી મજૂરી કરાવતો હોવાનું ધ્યાને આવતા મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કોન્ટ્રાકટર વિરુદ્ધ બાળ મજૂરી પ્રતિબંધ કાયદા અન્વયે ગુન્હો નોંધવામાં આવ્યો છે.
મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી મોરબી કંડલા બાયપાસનું હાલમાં કામ ચાલી રહ્યું હોય જેમાં રોડ કોન્ટ્રાકટર દ્વારા બાળકો પાસે રોડ ઉપરથી પથ્થર હટાવવા તેમજ રોડ પર ડામર પાથરવા માટે સફાઈ કામગીરી કરાવવાના કામમાં બાળકોને કામે રાખી મજૂરી કરાવવામાં આવતી હોવાનું મોરબી પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ધ્યાનમાં આવતા ગઈકાલે પોલીસે રોડ કોન્ટ્રાકટર સુરેશ રામસિંગભાઈ રાઠોડ ઉ.31 રહે.સરોરી, તા.સંજેલી જિલ્લો દાહોદ વાળા વિરુદ્ધ બાળ અને તરુણ કાયદા તેમજ જુવેનાઇલ જસ્ટિસ એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.