Saturday - May 16, 2026

રાજકોટમાં મોરબીના કેરાળા ગામના યુવાને ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું.

રાજકોટમાં મોરબીના કેરાળા ગામના યુવાને ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું.

મોરબી : મોરબીના કેરાળા ગામનો યુવાન જે રાજકોટના રૂમ ભાડે રાખી રહેતો હતો. તેણે ઝેરી દવા પોને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

મૂળ મોરબીના કેરાળા ગામના વતની અને હાલ રાજકોટ શહેરના ક્રિસ્ટલ મોલ સામે રૂમ ભાડે રાખી રહેતા દિવ્યેશકુમાર દીપકભાઈ ચારોલા ઉં.વ.25એ રાજકોટની બેડી ચોકડી પાસે ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કરતાં ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.
મૃતક ઈમ્પોર્ટ એક્સપોર્ટના ક્લાસીસ કરતો હતો. મૃતક બે ભાઈઓમાં નાનો હતો. તેના ફોનમાં શેરબજાર અંગેની આપ લેની માહિતી નીકળતા મૃતક શેરબજારમાં નાણા ગુમાવતા જીવન ટૂંકાવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.