Monday - Apr 27, 2026

વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર વોકિંગમાં નીકળેલા યુવાનને ઠોકરે ચડાવ્યો

વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર વોકિંગમાં નીકળેલા યુવાનને ઠોકરે ચડાવ્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે રહેતા દિનેશભાઇ નાગજીભાઈ ભદ્રેસણીયા ઉ.45 નામનો યુવાન ઘેરથી નીકળી જડેશ્વર રોડ ઉપર વોકિંગ કરતા હતો ત્યારે જીજે - 36 - એબી - 0406 નંબરના એક્ટિવા ચાલકે હડફેટે લઈ ડાબા પગમાં ફ્રેક્ચર કરી નાખી મોટર સાયકલ લઈ નાસી જતા અકસ્માતના આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં એક્ટિવા ચાલક વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.