મોરબી : માળીયા - અમદાવાદ હાઇવે ઉપર ક્રિષ્ના હોટલ નજીક ગત તા.23 જુલાઈના રોજ જીજે - 32 - વી - 9993 નંબરના ટ્રક ચાલકે જીજે - 27 - યુ - 4875 નંબરની રીક્ષાને પાછળથી ઠોકર મારતા રીક્ષામાં બેઠેલા નિજામભાઈ જુસબભાઈ મોવર ઉ.29 રહે.નવી હંજિયાસર તા.માળીયા મિયાણા નામનો યુવક રિક્ષામાંથી બહાર ફંગોળાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના આ બનાવમાં સારવાર ખર્ચ આપવા અંગે સમાધાનની વાતચીત ચાલતી હોય જેવા ખર્ચ વધુ થતા સમાધાન ન થતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.