Wednesday - Apr 29, 2026

હળવદના રણછોડગઢ નજીક બાઈક ચલાવવા બાબતે યુવાનને લાકડીથી માર માર્યો

હળવદના રણછોડગઢ નજીક બાઈક ચલાવવા બાબતે યુવાનને લાકડીથી માર માર્યો

હળવદ : હળવદ તાલુકાના રણછોડગઢ નજીક બાઈક લઈને જતા યુવાન સાથે સામેથી આવતા બે મોટર સાયકલ ચાલકોએ ઝઘડો કરતા યુવાન ભાગીને વાડીમાં જતો રહેતા વાડી માલિકે વાડીમાં કેમ આવ્યો કહી લાકડી ફટકારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

હળવદ તાલુકા રાયધ્રા ગામનો રહેવાસી યુવાન પ્રવીણભાઈ નવઘણાભાઈ નંદેસરિયા ઉ.વ.25 બાઈક લઈને જતો હતો ત્યારે રણછોડગઢ નજીક મોટર સાયકલ ઉપર આવતા બે શખ્સોએ બાઈક ચલાવવા બાબતે ઝઘડો કરતા અન્ય માણસો ભેગા થઈ જતા પ્રવીણભાઈ નજીકમાં આવેલ વાડીમાં જતા રહેતા વાડી માલિક બેચરભાઈ કાજુભાઈ ઉર્ફે સાદુરભાઈ ડઢયાએ તું વાડીમાં કેમ આવ્યો કહી લાકડી વડે માર મારતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.